Monday, December 15, 2025
Homeવિડિઓટંકારા નજીકથી 90 લાખની લૂંટમાં પોલીસે બે લૂંટારુઓને દબોચ્યા - VIDEO

ટંકારા નજીકથી 90 લાખની લૂંટમાં પોલીસે બે લૂંટારુઓને દબોચ્યા – VIDEO

ટંકારા ડીવાયએસપી અને ટીમની ઝડપી કામગીરી : 81.50 લાખનો મુદ્દામાલ કબ્જે: અન્ય પાંચ લૂંટારુઓના નામ ખુલ્યા : ગણતરીના કલાકોમાં જ દિલધડક લૂંટનો ભેદ ઉકેલાયો

મોરબી હાઈવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના માલિકને ફિલ્મી ઢબે આંતરીને લૂંટારું ગેંગે 90 લાખની દિલધડક લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં. લૂંટના બનાવમાં વાંકાનેર પોલીસે જીવના જોખમે મોરબી નજીકથી લૂંટારુ ગેંગના બે સાગરિતોને દબોચી લઇ 81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય પાંચ સાગરિતોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

લૂંટના બનાવની વિગત મુજબ, બુધવારે રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર ટી એન્ટરપ્રાઈઝ ‘ટીટેનીયમ’ નામની આંગડિયા પેઢીના માલિક નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી અને જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર બન્ને તેમની જીજે-03-એનકે-3502 નંબરની એકસયુવી 300 માં રાજકોટથી મોરબી તરફ જતા હતાં ત્યારે મીતાણા ગામ નજીક ચામુંડા હોટલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પીછો કરતી આવી રહેલી પોલો કારે ઠોકર મારતા નિલેશભાઈની કાર ડીવાઈડર કુદી ગઈ હતી. તે જ દરમિયાન પાછળથી બલેનો કાર આવીને અને બન્ને કારમાંથી પાંચથી સાત જેટલા અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધી, ધોકા-પાઈપ અને છરી સાથે ઘસી આવી કારના કાચ તોડી નાખ્યા હતાં જો કે નિલેશભાઈની કારના ડ્રાઈવરે સમય સુચકતા વાપરી કાર ખજુરા હોટલ નજીક વાળી લેતા લૂંટારુઓ નીચે ઉતરી આવ્યા હતાં અને કારનો પાછળનો દરવાજો ખોલી 90 લાખ રૂપિયાની રોકડની લૂંટ ચલાવી નંબર પ્લેટ વગરની અકસ્માતગ્રસ્ત પોલો કાર ત્યાં જ છોડીને બલેનો કારમાં પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી બનાવની તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમારની સુચનાથી મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડીવાયએસપી સમીર સારડા, મોરબી ડીવાયએસપી પી.એ. ઝાલા, એલસીબી પીઆઈ એમ.પી. પંડયા, ટંકારા પીઆઈ કે.એમ. છાસીયા તથા ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એલસીબી અને ફર્લો સ્કવોર્ડ સહિતનાઓએ ચક્રો ગતિમાન કર્યા હતાં. જેમાં પોલીસે જુદી જુદી ટીમ બનાવી સીસીટીવી ફુટેજના આધારે લોકલ માણસોનો સંપર્ક કરી બલેનો કાર અંગેની વિગતો મેળવી હતી. દરમિયાન અનુભવી એવા ડીવાયએસપી સમીર સારડા તથા તેમની ટીમ લતીપર રોડ પર આરાધના હોટલ સામેના રોડ પરના વોચમાં હતાં.

તે દરમિયાન મોટા વાહન વડે ટ્રાફિક જામ કર્યો હતો તે દરમિયાન પૂરપાટ આવી રહેલી કારને જોઇ પોલીસ એલર્ટ બની ગઈ હતી અને કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ફુલસ્પીડમાં ચલાવી મૂકી અને ચાલકે યુટર્ન લેવા જતા કાર બંધ થઈ ગઈ હતી. તે સમયે જ પોલીસની ટીમ તમામ તૈયારીઓ સાથે પહોંચી ગઇ હતી. કાર રોકવા માટે પોલીસે ફાયરીંગ પણ કરવું પડયું હતું.

- Advertisement -

ત્યારબાદ પોલીસે કારમાંથી અભિ લાલા અલગોતર (ભરવાડ) (ભાવનગર), અભિજીત ભાવેશ ભાર્ગવ (રહે. ભાવનગર) નામના બે લૂંટારુઓને દબોચી લઇ તેમની પાસેથી રૂા.72,50,000 ની રોકડ રકમ અને 50,000ની કિંમતના પાંચ નંગ મોબાઇલ અને રૂા.4 લાખની કિંમતની જીજે-01-આરઈ-7578 નંબરની પોલો કાર અને પાંચ લાખની કિંમતની જીજે-04-ઈપી-7878 નંબરની બલેનો કાર તેમજ લૂંટમાં ગયેલી ડોકયુમેન્ટ ભરેલી બેગ તથા લાકડાનો ધોકો, મરચાની ભૂકી મળી કુલ રૂા.81,50,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ લૂંટમાં પાલીતાણા તાલુકાના સાજણાસર ગામના હિતેશ પાચા ચાવડા, નિકુલ કાના અલગોતર, દર્ષિલ ભરવાડ, કાનો આહિર તથા અજાણ્યા સહિતના પાંચ શખ્સોના નામ ખુલતા ટંકારા પોલીસે પાંચ શખ્સોની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular