જામનગર શહેરમાં રહેતી તરૂણીને તેની બાજુમાં રહેતાં નરાધમે પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ અને ધમકી આપી અપહરણ કરી જઇ બાવળની કાટમાં બે નરાધમોએ ગેંગરેપ કર્યાના બનાવમાં પોલીસે બન્ને નરાધમોને દબોચી લીધા હતા.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરૂણીને તેની બાજુમાં રહેતાં જીજ્ઞેશ શાંતિલાલ પરમાર નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી, ગેરલાભ ઉઠાવી, તેના ઘરમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ છ માસના સમય દરમ્યાન 10 થી 12 વખત નરાધમે તરૂણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ગત્ તા. 08 ઓકટોબરના રોજ તરૂણીને બ્લેકમેઇલ કરવાની ધમકી આપી, બોલાવી ઇકો કારમાં અપહરણ કરી લઇ ગયા હતા. હાપા યાર્ડ રોડ પર સતવારા જળઘોડાવાળાની વાડી તરફની બાવળની કાટમાં લઇ જઇ ઇકો કારમાં જીજ્ઞેશ શાંતિ પરમાર અને યશવંત ઉર્ફે લાલો અમૃત કણઝારિયા નામના બન્ને નરાધમોએ તરૂણી ઉપર ગેંગરેપ કર્યો હતો.
દરમ્યાન ભોગ બનનારના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, હે.કો. નરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલભાઇ સોનગરા, વિજયભાઇ કાનાણી, પ્રદીપસિંહ જાડેજા, હિતેષભાઇ સાગઠિયા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, ઋષિરાજસિંહ જાડેજા, હરપાલસિંહ પરમાર, કિશોરભાઇ ગાગિયા, ખોડુભા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સોર્સના આધારે બન્ને નરાધમોના મિત્રવર્તૂળ અને ઘરના સભ્યો તથા સગાસંબંધીઓની આકરી પૂછપરછના અંતે જૂનાગઢ, અમરેલી અથવા તો બોટાદ ચાલ્યા ગયા હોવાની બાતમીના આધારે હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલભાઇ સોનગરા અને એએસઆઇ રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના અઆધારે જૂનાગઢથી બન્ને નરાધમો એસટી બસમાં બેસીને કાલાવડ તરફ આવતા હોવાથી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે વોચ ગોઠવી બસને આંતરીને જીજ્ઞેશ તથા યશવંત નામના બન્ને શખ્સોને મહાપ્રભુજીની બેઠક પાસેથી દબોચી લીધા હતાં. બન્નેની આકરી પૂછપરછ હાથ ધરી હતી.


