ધ્રોલ ગામમાં રહેતો શખ્સ બાઇક ચોરીમાં સંડોવાયેલો હોવાની બાતમીના આધારે પોલીસે ખારવા ગામમાંથી ધ્રોલ તરફના માર્ગ પર વોચ ગોઠવી શખ્સને આંતરીને પૂછપરછ કરતાં તેની પાસેથી ચોરાઉ બાઈક મળી આવતા પોલીસની વધુ પૂછપરછમાં વધુ ત્રણ ચોરાઉ બાઈક પોલીસે કબ્જે કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં રહેતો તસ્કર ચોરાઉ બાઈક સાથે પસાર થવાની હેકો રાજેશ મકવાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી ડી.પી. વાઘેલાની સૂચનાથી પીઆઈ એ.આર.ચૌધરી અને પીએસઆઇ પી. જી. પનારા તથા હેકો આર.કે. મકવાણા, ડી.પી. વઘોરા, પો.કો. વનરાજ ગઢાદરા, હરદેવસિંહ જાડેજા, નાગજીભાઈ ગમારા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને પસાર થતા બાતમી મુજબના શખ્સને આંતરીને પૂછપરછ કરતા એઝાઝ ઉર્ફે લેલો અલ્લારખા નોબે નામના શખ્સ પાસે રહેલું જીજે-10-એએસ-7021 નંબરનું બાઈક ચોરાઉ હોવાની કેફીયત આપતા પોલીસે એઝાઝની પૂછપરછ કરતા તસ્કરે ચાર બાઈક ચોરીની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે તસ્કર પાસેથી રૂા.15,000 ની કિંમતનું જીજે-03-એચજે-5576 નંબરનું એકટીવા તથા રૂા.30,000 ની કિંમતનું મોરબીમાંથી ચોરી કરેલું જીજે-03-એચબી-0092 નંબરનું બાઈક તથા જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી રૂા.10,000 ની કિંમતનું જીજે-10-સીપી-8862 નંબરનું સુજુકી મોપેડ ચોરી કરેલ બાઈક કબ્જે કર્યા હતાં. આમ પોલીસે રૂા.70,000 ની કિંમતના ચાર ચોરાઉ બાઈક સાથે એઝાઝને ઝડપી લીધો હતો.