જામનગર શહેરમાં રહેતી બાળકી સાથે નરાધમ દ્વારા અડપલાં કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ વિસ્તારમાં અગિયાર વર્ષ અને સાત મહિનાની સગીર બાળકી સાથે નરાધમ દ્વારા અડપલાં કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સગીરાના પિતાએ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ગંભીરતાને ઘ્યાનમાં રાખીને તાત્કાલિક નરાધમની શોધખોળ આરંભી હતી. ગણતરીના સમયમાં જ પીઆઇ પી. પી. ઝા અને પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફએ નરાધમને ઝડપી લઇ આગળની પૂછપરછ હાથ ધરી હતી.
View this post on Instagram


