Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રતિબંધિત પીરોટન ટાપુ પર મંજૂરી વગર જતા માછીમારને ઝડપી લેતી પોલીસ

પ્રતિબંધિત પીરોટન ટાપુ પર મંજૂરી વગર જતા માછીમારને ઝડપી લેતી પોલીસ

મરીન નેશનલ પાર્કની મંજૂરી વગર પરિવાર સાથે પીરોટન ફરવા નિકળ્યા: બેડી મરીન પોલીસે બોટ માલિક વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત

- Advertisement -

જામનગરના બેડી નજીક દરિયામાં પીરોટન ટાપુએ ફરવા જતા માછીમાર શખ્સને મંજૂરી વગર પરિવારને દરગાહે લઇ જતાં મળી આવતા બેડી મરીન પોલીસે માછીમાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર બેડી નજીક દરિયામાં આવેલા પીરોટન ટાપુ ઉપર કોઇપણ વ્યક્તિએ જવું હોય તો મરીન નેશનલ પાર્કના વન સંરક્ષકની મંજૂરી મેળવવાની હોય છે અને આ મંજુરી મળ્યા બાદ જ પીરોટન ટાપુ પર જઈ શકાય છે. દરમિયાન બેડીના રજાનગરમાં રહેતો જાફર અબ્દુલ કકલ નામનો માછીમાર તેના પરિવાર સાથે તેની ‘દરિયા જાફરી’ બોટમાં પીરોટન ટાપુ પર આવેલી દરગાહે સલામ ભરવા તથા ફરવા લઇ જતો હતો. પરંતુ માછીમારે મરીન નેશનલ પાર્કના વન સંરક્ષકની મંજૂરી મેળવી ન હતી. દરમિયાન દરિયામાં પેટ્રોલિંગ કરતા હેકો સૂર્યરાજસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ જાડેજા નામના બેડી મરીન પોલીસ સ્ટાફે ‘દરિયાજાફરી’ નામની બોટને આંતરીને પૂછપરછ કરતાં જાફર કકલે પીરોટન ટાપુ પર આવેલી ‘હૈયાતુ નબી દરગાહે’ માનતા પૂરી કરવા જતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ મરીન નેશનલ પાર્કની મંજૂરી લીધી ન હોવાથી પોલીસે જાફરની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular