Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરચાર વર્ષની બાળકી સાથે જાતિય સતામણી કરનાર નરાધમ વૃદ્ધ પોલીસ સકંજામાં -...

ચાર વર્ષની બાળકી સાથે જાતિય સતામણી કરનાર નરાધમ વૃદ્ધ પોલીસ સકંજામાં – VIDEO

ત્રણ દિવસ પહેલાં ધોળે દિવસે નરાધમે સતામણી કરી : સીસીટીવી ફુટેજ વાયરલ : સિટી એ ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો

જામનગર શહેરમાં ચાર વર્ષની બાળકી સાથે જાતિય સતામણી કરતા નરાધમ વૃદ્ધના સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પણ નાની બાળકીઓ સુરક્ષીત નથી તેવા બનાવની વિગત મુજબ, પંચેશ્ર્વરટાવર નજીક આવેલા અપના બજાર પાસે બે દિવસ પહેલાં એક ચાર વર્ષ અને બે માસની નાની બાળકીને અજાણ્યો બાવાજી જેવો વૃદ્ધે બાળકી સાથે નિર્લજ્જ ચેનચાળા કરી ખોળામાં બેસાડી જાતિય સતામણી કરી હતી. આ નરાધમની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ સીસીટીવી વીડિયો વાયરલ થતા નરાધમ વૃદ્ધ ઉપર ફીટકાર વરસી રહી હતી અને આ ઘટના બાદ બાળકીના પિતાએ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ નરાધમ અંગેના સીસીટીવી ફુટેજ અને પેટ્રોલિંગના આધારે હેકો યોગેન્દ્રસિંહ સોઢા અને વિપુલભાઈ સોનગરાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ. ચાવડા, એએસઆઈ રવિરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, હેકો. યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલભાઈ સોનગરા, વિજયભાઈ કાનાણી, પ્રદિપસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, હિતેશભાઈ સાગઠીયા, સુનિલભાઈ ડેર, પો.કો. હરપાલસિંહ પરમાર, ઋષિરાજસિંહ જાડેજા, કિશોરભાઈ ગાગીયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે હાપા માર્કેટીંગ યાર્ડ એસ્સાર પંપ પાસેથી સીસીટીવી ફુટેજના આધારે વર્ણન મુજબના પ્રકાશદાન ઈશ્વરદાન દેવકા (ઉ.વ.61) નામના નિવૃત્ત નરાધમને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular