Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મના આરોપીને ઝડપી લેતી પોલીસ - વીડિઓ

જામનગરમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મના આરોપીને ઝડપી લેતી પોલીસ – વીડિઓ

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર વિસ્તારમાં આવેલા ફલેટમાં ઘરકામ કરવા આવતી યુવતીના નિવસ્ત્ર ફોટા પાડી બ્લેકમેઇલ કરી ત્રણ નરાધમો દ્વારા અનેક વખત સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું તેમજ મોટા થાવરીયા ખાતેના ફાર્મહાઉસમાં એકથી વધુ વખત ગેંગરેપ આચર્યાની ઘટનામાં પોલીસે ત્રણેય નરાધમોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અરેરાટીજનક બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં હુશેન ગુલમામદ શેખ નામના શખ્સના મકાનમાં ઘરકામ કરવા યુવતી આવતી હતી અને તે દરમિયાન યુવતી બાથરૂમમાં ન્હાતી હતી તે દરમિયાન કોઇપણ રીતે યુવતીના નિવસ્ત્ર ફોટા પાડી લીધા હતાં અને આ ફોટાના આધારે હુશેન યુવતીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતો હતો. તેમજ યુવતીને ફોટાના આધારે બ્લેકમેઇલ કરી હુશેનના બે સાગરિતો આમીરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાન નામના શખસએ પણ યુવતી ઉપર ગેંગરેપ આચર્યો હતો. આ અંગેની ભોગ બનનાર યુવતી દ્વારા કરાયેલી ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા અને પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે તાત્કાલિક ગેંગરેપ આચરનાર ત્રણેય શખ્સોને ગણતરીના સમયમાં જ દબોચી લીધા હતાં. ત્રણેયની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન આ ત્રણેય નરાધમોની પૂછપરછમાં યુવતીને મોટા થાવરીયા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં લઇ ગયા હતાં અને ત્યાં પણ એક થી વધુ વખત ગેંગરેપ આચર્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ પોલીસે ભોગ બનનાર યુવતીને જી.જી. હોસ્પિટલ ખાતે તબીબી તપાસ માટે મોકલવામાં આવી હતી.

- Advertisement -

શહેરમાં બનેલી ગેંગરેપની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. આ ગેંગરેપમાં ઝડપાયેલો મુખ્ય આરોપી હુશેન ગુલમામદ શેખની પોલીસે પૂછપરછ હાથ ધરતા હુશેન અગાઉ હથિયાર તથા નશીલા પદાર્થના ગુનામાં પણ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જ ઝડપાયો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular