જેતપુરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ સામે લોક આક્રોશ વધતો જાય છે. મહિલા ક્રોંગ્રેસે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેતપુરમાં ખુલ્લેઆમ પ્યાસીઓ પોતાની પ્યાસ બુજાવતા છડેચોકે જોવા મળે છે, જયારે શહેરમાં રાત્રીના દિવનું વાતાવરણ છવાયું હોય તેવો માહોલ સર્જાતો રહે છે. પરપ્રાંતિય મજુરોની દારૂ પીવાની લત ભારે પ્રસરી રહી છે. જેને લઇને કોંગ્રેસના મહિલા આગેવાન શારદાબેન વેગડાએ પાંચેક દિવસ પહેલાં એક રેલી કાઢીને ડીવાયએસપી કચેરીએ બુટલેગરોના નામ જોગ અરજી રૂપી આવેદન પાઠવેલ હતું. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા ફરી મહિલાઓની રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને આવેદન પાઠવીને જણાવેલ કે, જેતપુર પોલીસ દારૂના બુટલેગરોને પકડવામાં કોઇ રસ લેતી નથી. જેથી શહેરમાં વિજીલન્સ કે સીઆઇડી તપાસ સોપવામાં આવે તો બધુ જ ખુલ્લું પડીજાય તેમ છે.