જામનગર શહેરમાં મોડીરાત સુધી ચા-પાનના ગલ્લે બેસીને ટોળાંટપ્પા મારતા શખ્સો સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે નાઇટ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન કડક અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડીરાત સુધી ખુલ્લી રહેતાં ચા-પાનના ગલ્લે ટોળાંટપ્પા મારતા શખ્સો સામે કડક કાર્યવાહી અંતર્ગત ગત્રાત્રિના સમયે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ નિકુલસિંહ ચાવડા તથા સ્ટાફ દ્વારા નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત વાહનચાલકોના લાઇસન્સો, કારમાં બ્લેક કાચ હટાવવા, ટ્રીપલ સવારી બાઇક સવારો અને ધૂમ સ્ટાઇલથી બાઇકો ચલાવી રોમિયોગીરી કરતાં વાહનચાલકો સામે કડક અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ચા-પાનના ગલ્લે ટોળાંટપ્પા મારતા આવારા તત્ત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે તળાવની પાળ પાસેના વિસ્તારમાં પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીથી આવારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.


