જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીન સિટીમાં રહેતા યુવાનને કૌટુંબિક કાકાજી સસરા હેરાન પરેશાન કરતા હોવાથી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ધ્રોલ તાલુકાના જળિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઝેરી દવા પી જતાં શ્રમિક યુવાનનું મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલ ગ્રીનસિટી 11 મા રહેતા સાગર ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.30) નામના યુવાનને તેના કૌટુંબિક કાકાજી સસરા કે અન્ય કોઇ વ્યકિત હેરાન પરેશાન કરતા હોવાથી યુવાને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન શુક્રવારે બપોરના સમયે મોત નિપજયું હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફેે યુવાનને કૌટુંબિક કાકાજી સસરા કે અન્ય કોઈ વ્યકિત પરેશાન કરતી હોવાની આશંકા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગર જિલ્લાના ભરતપુર (વિરપુર) ગામના વતની સંજય હકુભાઇ સદાદિયા (ઉ.વ.22) નામના યુવાન ગત બુધવારે રાત્રિના સમયે ધ્રોલ તાલુકાના જળિયા ગામની સીમમાં આવેલ ભરતભાઈની વાડીમાં પાણી વાવવા ગયો હતો ત્યારે રાત્રિના સમયે ઝેરી દવા પી લેતા ઉલ્ટીઓ થયા બાદ બેશુધ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા હકુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.એન. ભીમાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાયવાહી હાથ ધરી હતી.