Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે જનતાને સંબોધન કરશે

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે જનતાને સંબોધન કરશે

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલ તારીખ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ના અવસરે જનતાને સંબોધન કરશે.

પીએમએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, આવતીકાલે 21 જૂને આપણે 7મો યોગ દિવસ ઉજવીશું. આ વર્ષની થીમ યોગા ફોર વેલનેસ છે. જે શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગનો અભ્યાસ કરવા પર કેન્દ્રિત છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીનું સંબોધન દૂરદર્શન સહિત અન્ય ચેનલો પર જીવંત બતાવવામાં આવશે. આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં સંવાદ કરશે. દેશભરમાં જુદા જુદા સ્થળોએ યોજાનાર કાર્યક્રમોમાં તેમના ક્ષેત્રોની હસ્તીઓ સામેલ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular