વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં જવાબ આપ્યો. તેમણે કોલતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપીને તેમના ભાષણની શરૂઆત કરી હતી. આ પછી પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસને ચારે બાજુથી ઘેરી લીધી.
લતા મંગેશકરને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે દેશે આદરણીય લતા દીદીને ગુમાવી છે. આટલા લાંબા સમય સુધી, જેમના અવાજે દેશને મોહી લીધો, દેશને પ્રેરણા પણ આપી, દેશને લાગણીઓથી ભરી દીધો. સાંસ્કૃતિક વારસાને મજબૂત કરવાની સાથે તેમણે દેશની એકતાને પણ મજબૂત કરી. તેમણે લગભગ 36 ભાષાઓમાં ગાયન કરીને ભારતની એકતા અને અખંડિતતાનું પ્રેરણાદાયી ઉદાહરણ આપ્યું હતું. આજે, હું આદરણીય લતાજીને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે આટલી મોટી હાર બાદ પણ કોંગ્રેસનો ઘમંડ તુટ્યો નથી. તેમણે કહ્યું કે લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે. વિપક્ષ પર કટાક્ષ કરતી વખતે તેઓએ એક શાયરી પણ સંભળાવી.
વો જબ દિન કો રાત કહે તો તુરંત માન જાઓ
નહી માનોગે તો વો દિન મે નકાબ ઓઢ લેંગે
જરૂરત હુઈ તો હકીકત તો થોડા બહુત મરોડ લેંગે
વો મગરૂર હૈ ખુદ કી સમજ પર બેઈંતહા
ઉન્હેં આઈના મત દિખાઓ
વો આઈને કો ભી તોડ દેંગે
બાદમાં પીએમએ જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં પણ વિશ્વ એક નવી વ્યવસ્થા તરફ છે. આ એક એવો વળાંક છે કે આપણે આ તક ગુમાવવી જોઈએ નહીં. કોંગ્રેસને ઘેરતા પીએમ મોદીએ કહ્યું કે આ દેશની મોટી કમનસીબી છે કે ગૃહ જેવું પવિત્ર સ્થળ, જે દેશ માટે ઉપયોગી હોવું જોઈએ, પરંતુ પાર્ટી માટે તેનો ઉપયોગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. કમનસીબે, તમારી વચ્ચે (વિપક્ષના) એવા ઘણા લોકો છે જેમનો કાંટો 2014માં અટવાઈ ગયો છે અને તેઓ તેમાંથી બહાર આવી શક્યા નથી. એનું પરિણામ પણ તમે ભોગવ્યું છે.
જ્યારે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહી રહ્યા હતા કે તે સમયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગૃહમાં ઉપસ્થિત ન હતા. આ અંગે મોદીએ ટકોર કરતા કહ્યું કે કેટલાક લોકો બોલીને ભાગી જાય છે, સહન આ બીચારાઓને ભાગવવું પડે છે. વધુમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસના લોકો મુંબઈના રેલવે સ્ટેશન પર શ્રમિકોને ફ્રીમાં ટિકિટ આપી રહી હતી. પીએમ એ જણાવ્યું કે તમિલનાડુમાં 60 વર્ષ, પશ્ચિમ બંગાળમાં 50 વર્ષ, ઓરિસ્સામાં 27 વર્ષ અને ત્રિપુરામાં 34 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી બની શકી. તેમજ મેક ઇન ઇન્ડિયાની સફળતાથી કોંગ્રેસ ખુબ દુખી છે. આમ કોંગ્રેસપર પ્રહારો કરી પ્રધાનમંત્રીએ ચારે બાજુથી કોંગેસને ઘેરી લીધું હતું.