Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવસ્ટાર હોટેલનું લોકાર્પણ કરવા પીએમ મોદી ગુજરાત આવશે

આધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવસ્ટાર હોટેલનું લોકાર્પણ કરવા પીએમ મોદી ગુજરાત આવશે

દેશમાં પહેલીવાર રેલ્વે સ્ટેશન પર અલગથી પ્રાર્થના રૂમ તૈયાર થશે

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે.એપ્રિલ મહિનામાં તેઓ ગાંધીનગર ખાતે આવે તેવી શક્યતાઓ છે. ગાંધીનગરમાં અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવસ્ટાર હોટેલ બની રહી છે. તેનું લોકાર્પણ કરવા માટે પ્રધાનમંત્રી ગુજરાત આવે તેવી શક્યતાઓ છે.

- Advertisement -

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન ડેવલપ કરી રહ્યું છે. દેશમાં પહેલીવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર કરાયો છે. જ્યાં પેસેન્જરો ભગવાનની પ્રાર્થના કરી શકશે. જો તેઓ ગાંધીનગરની મુલાકાતે આવશે તો અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલનું લોકાર્પણ કરશે.ગાંધીનગરમાં રેલ્વે સ્ટેશનની ઉપર જ ફાઈવ સ્ટાર હોટેલ બની રહી છે. મામ પેસેન્જરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એન્ટ્રીગેટ પાસે ફાઈવસ્ટાર હોટલમાં જવા માટેનો રસ્તો આપ્યો છે, જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ-એસ્કેલેટર લગાવાયાં છે, જેથી હોટલ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકાશે.

માર્ચ મહિનામાં જ પ્રધાનમંત્રી બે વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. 6 માર્ચે તેઓ કેવડીયાના પ્રવાસે હતા. અને 12 માર્ચના રોજ તેઓએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાની શરૂઆત કરાવી હતી. ત્યારે ફરી એપ્રિલમાં તેઓ ગાંધીનગર આવે તેવી શક્યતાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular