Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરએનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રીનો વિરોધ

એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રીનો વિરોધ

- Advertisement -

તાજેતરમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજરોજ એનએસયુઆઇ અને જામનગર યુવક કોંગ્રેસ દ્વારા ડીકેવી સર્કલ ખાતે શિક્ષણના રાક્ષસ તરીકે જીતુભાઇ વાઘાણીના પુતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા જેમને બીજા રાજ્યનું શિક્ષણ સારુ લાગતું હોય તે લિવિંગ સર્ટી. લઇ જે ગમે તે દેશ રાજ્યમાં તેમના સંતાનોને ભણાવે તેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેને લઇ ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. સોશિયલ મિડીયામાં પણ જીતુ વાઘાણીના નિવેદન બાદ શિક્ષણ મંત્રી ટ્રોલ થઇ રહ્યાં છે. ત્યારે આજરોજ એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ જામનગર દ્વારા શિક્ષણ મંત્રીનો આક્રમક વિરોધ કર્યો હતો. એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા શિક્ષણનો રાક્ષસ જીતુ વાઘાણીના પુતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, એનએસયુઆઇ જામનગર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, 78-વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ જેઠવા સહિતના હોદ્ેદારો-કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ દોડી જઇ વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular