Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપરંપરાગત દવાઓના ગ્લોબલ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

પરંપરાગત દવાઓના ગ્લોબલ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

તૈયારીઓ માટે જામનગર આવ્યા આયુષ વિભાગના મંત્રી સોનોવાલ

- Advertisement -

જામનગરમાં સ્થપાનારા પરંપગરાગત દવાઓના ગ્લોબલ સેન્ટરના ખાતમુર્હુતની તૈયારીઓના ભાગરૂપે કેન્દ્રના આયુષ વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે જામનગરની મુલાકાત લીધી હતી. તેમણે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ગોરધનપર નજીક સ્થપાનારા આ ગ્લોબલ સેન્ટર માટેના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અને અધિકારીઓ પાસેથી સમગ્ર સેન્ટર અને કેમ્પસની જાણકારી મેળવી હતી. 250 મિલિયન ડોલરના ખર્ચે આ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

- Advertisement -

સ્થળ મુલાકાત બાદ કેન્દ્રિય મંત્રી સોનોવાલે પરંપરાગત દવાઓના ગ્લોબલ સેન્ટર અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 19 એપ્રિલે પ્રધાનમંત્રી મોદીના હસ્તે તેમજ ડબલ્યુએચઓના જનરલ સેક્રેટરીની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવશે.

- Advertisement -

તેમણે જણાવ્યું કે, આ સેન્ટરનું સંચાલન આયુષ મંત્રાલય અને ડબલ્યુએચઓ સંયુકત રીતે કરશે. 2024 પહેલાં આ સેન્ટરના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત વિશ્ર્વમાં ભારતની ઓળખ ઉભી કરવા માટે આગામી 20-21-22 ગાંધીનગરમાં સમિટ પણ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ભારતને વિશ્ર્વમાં પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા માટે મોકો આપ્યો છે. તે આપણા માટે ગર્વની બાબત છે. આ માટે તેમણે ગુજરાતની પ્રજાને અભિનંદન પાઠવ્યા હતા. અહીં સ્થપાનારા ગ્લોબલ સેન્ટરમાં વિશ્ર્વની 19 જેટલી પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓને આવરી લેવાશે જેમાં 140 જેટલા દેશો જોડાશે. જે તમામ સાથે મળીને પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતિ, અસરકારકતા, સુલભતા વગેરે બાબતો પર સંશોધન કરશે. કેન્દ્રિય મંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે આયુષ વિભાગના સચિવ પદ્યશ્રી રાજેશ કોટેચા, હાલારના સાંસદ પૂનમબેન માડમ, આઇટીઆરએના ડાયરેકટર વૈદ્ય અનુપ ઠાકર, કલેકટર સૌરભ પારઘી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular