Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપીએમ મોદીએ ભાગવત ગીતાની ઈ-બુકનું લોકાર્પણ કર્યું

પીએમ મોદીએ ભાગવત ગીતાની ઈ-બુકનું લોકાર્પણ કર્યું

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાગવત ગીતાની ઈ-બુકનું લોન્ચિંગ કર્યું છે. તેઓએ જણાવ્યું કે ભાગવત ગીતા આપણને વિચાર કરવા માટે પ્રેરણા આપે છે. કંઇક નવું કરવાની પ્રેરણા આપે છે. પીએમ મોદીએ સ્વામી ચીદભાવનાનંદની ભાગવત ગીતાનું ઈ-લોન્કીંગ કર્યું છે.

- Advertisement -

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે દેશના લોકોએ નક્કી કરી લીધું છે કે તેઓ ભારતને આત્મનિર્ભર બનાવવા માંગે છે. આત્મનિર્ભર ભારતે કોરોનાકાળમાં દુનિયાની મદદ કરી અને હજુ પણ દુનિયાના ઘણા દેશોને વેક્સીન આપવામાં આવી રહી છે.તેઓએ જણાવ્યું કે ગયા વર્ષે એક આર્ટીકલમાં કોરોના કાળને ગીતા સાથે જોડવામાં આવ્યો હતો જેમાં ડોકટરોને અર્જુન બતાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલોને યુદ્ધનું સ્થળ બતાવવામાં આવ્યું હતું.

પીએમએ યુવા પેઢીને સંબોધીને કહ્યું કે આજની યુવા પેઢીએ ગીતાને જરૂર વાંચવી જોઈએ, જે આજે પણ મુસીબતો સામે લડવાની હિંમત આપે છે. અને સ્વામી વિવેકાનંદના વાક્યો પણ લોકોને અવી જ રીતે પ્રભાવિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગીતાએ વિચારોનું સંયુક્ત રૂપ છે જે વિષાદથી લઇને વિજય સુધી લઇ જાય છે. મહાત્મા ગાંધી હોય કે લોકમાન્ય તિલક દરેક ગીતાથી પ્રભાવિત થયા છે. તેઓએ જણાવ્યું કે ગીતા તમને તાકાત આપે છે જેથી કોઇપણ મુસીબતોનો સામનો કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular