તમિલનાડુના વિરુધનગરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આજે રોજ આગ લાગવાથી 11 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 14 લોકોના ઘાયલ થયા છે. વિરુધનગરમાં આવેલી આ ફેક્ટરીમાં અચાનક વીસ્ફોટ થતાં આગ લાગી હતી. જેમાં 11ના મોત થયા છે. જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
વિરુધનગરમાં આવેલી ફટાકડાની એક ફેક્ટરીની અંદર પહેલા એક વિસ્ફોટ થયો અને બાદમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઇ રહ્યા છે. કેમિકલ મિક્સ કરવા દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘તમિલનાડુના વિરુધનગરમાં સ્થિત એક ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના દુ:ખદ છે. દુ:ખની આ ક્ષણોમાં મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. આશા કરું છું કે જે પણ ઘાયલ થયા છે તેઓ જલદી ઠીક થઈ જાય. આ ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને મદદ માટે તંત્ર કામ કરી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિજનોને વડાપ્રધાન તરફથી બે બે લાખ રુપિયાની સહાયતા આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. તો આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ દુર્ઘટના અંગે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.