પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
200 કરોડના ખર્ચે પ્રથમ તબ્બકાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. સરદારધામ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત કરવામાં આવેલા આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે બોર્ડીંગ, રહેવાની સુવિધા અને તાલીમ આપવામાં આવશે. PM મોદી વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું છે.
સરદારધામ ભવનની વિશેષતાઓ
બિલ્ડિંગનો પ્રથમ તબક્કો 200 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.
વૈષ્ણોદેવી સર્કલ નજીક 11,672 ચોરસફૂટ પર બાંધવામાં આવ્યું છે.
ભવનની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમાણી સ્થાપના
1600 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધાઓ ઉપરાંત 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ હોલ, ઇન્ડોર ગેમ્સની પણ સુવિધાઓ
સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસુલી માર્ગદર્શન, કાનૂની માર્ગદર્શન, સમાજ સુરક્ષાવગેરે પ્રવૃતિઓ માટે 8થી વધુ કાર્યાલય
ફેઝ-2 અંતર્ગત કન્યા છાત્રાલય બનાવવામાં આવશે
સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરાઈ રહ્યું છે.