Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપીએમ મોદીએ આ વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરી, મોટા ભાગની આઉટ ઓફ સ્ટોક

પીએમ મોદીએ આ વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરી, મોટા ભાગની આઉટ ઓફ સ્ટોક

મહિલા દિન નિમિતે મહિલાઓ દ્રારા બનાવવામાં આવેલ વસ્તુઓની ખરીદી કરી

- Advertisement -

આજે મહિલાદિન નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓને સુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણે મહિલાઓની વચ્ચે સાહસિકતાને પ્રોત્સાહન આપવાનું પ્રણ લેવું જોઇએ. પીએમએ કહ્યું કે, તેમણે આ અવસર પર ઉદ્યમીઓ પાસેથી અનેક વસ્તુઓ ખરીદી છે. તેમણે એ પ્રોડક્ટ્સની લિંક્સને પણ શેર કરી છે જે ઑનલાઇન ઑર્ડર કર્યા છે. પીએમ મોદીએ કેરળ, આસામ, તમિલનાડુ, નાગાલેન્ડ સહિત અને રાજ્યોની મહિલાઓથી કંઇકને કંઇક ખરીદ્યું છે. આમાંથી 4 રાજ્યો એવા છે કે જ્યાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે.

- Advertisement -

ભોપાલના સ્ટોર માંથી મલ્ટીકલરનું ગોંડ પેપર પેન્ટિંગ ખરીદ્યું છે. તેની કિંમત રૂ.567 છે. જે અત્યારે આઉટ ઓફ સ્ટોક છે.

પ્રધાનમંત્રી મોદીએ નાગાલેન્ડની પરંપરાગત શૉલને પણ ઑર્ડર કર્યો છે. જેની કિંમત રૂ.2800 છે.તેમણે કહ્યું કે, ભારતને નાગા સંસ્કૃતિ પર ગર્વ છે.આ શોલ પણ હાલ આઉટ ઓફ સ્ટોક છે.

- Advertisement -

ખાદિએ ભારતના ઈતિહાસ અને ગાંધીજી સાથે સંકળાયેલ છે. અને બિહારની મહિલાઓએ બનાવેલ આ ખાદીની સ્ટોલની પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખરીદી કરી છે. જેના પર મધુબાની પેઈન્ટ કરેલ છે. તેની કિંમત રૂ.1299 છે. પ્રધાનમંત્રીએ આ સ્ટોલને લઇને જણાવ્યું છે કે આ એક સારી ક્વોલીટીની પ્રોડક્ટ છે અને નાગરિકોની સર્જનાત્મકતા સાથે નજીકથી સંકળાયેલા છે.

આ સિવાય પીએમએ એક જુટ ફાઈલ ફોલ્ડરની ખરીદી કરી છે. અને જણાવ્યું છે કે હું ચોક્કસપણે પશ્ચિમ બંગાળના આ હાથથી બનાવેલા જૂટ ફાઇલ ફોલ્ડરનો ઉપયોગ કરવાનો છું.રાજ્યના આદિજાતિ સમુદાયો દ્વારા બનાવવામાં આવેલ, તમારા બધા પાસે તમારા ઘરોમાં પશ્ચિમ બંગાળનું જૂટ ઉત્પાદન હોવું આવશ્યક છે. જેની કિંમત રૂ.222 છે. અને તે પણ હાલ આઉટ ઓફ સ્ટોક છે.

- Advertisement -

પીએમ મોદીએ આસામનો એક ગમછો ખરીદ્યો છે. જેની કિંમત રૂ.1950 છે. ગમછાને લઇને પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તમે મને ઘણી વખત ગમછો પહેરેલ જોયો હશે. ગમછો કમ્ફર્ટેબલ રહે છે. અને આજે તેઓએ તેની ખરીદી કરી છે.

પ્રધાનમંત્રીએ એક પામ ક્રાફ્ટ ખરીદ્યું છે. જે નાળીયેરમાંથી બને છે. તેઓએ જણાવ્યું છે કે હું કેરળ સ્થિત મહિલાઓ દ્વારા બનાવાયેલ ક્લાસિક પામ ક્રાફ્ટ નીલાવિલકકુ પ્રાપ્ત કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. આપણી નારીશક્તિએ સ્થાનિક હસ્તકલા સાચવી અને લોકપ્રિય બનાવી છે તે પ્રશંસનીય છે. આ પામ ક્રાફ્ટની કિંમત રૂ.2237 છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular