પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 497 દિવસ બાદ આજથી બે દિવસના વિદેશ પ્રવાસે છે. બાંગ્લાદેશની આઝાદીને 50 વર્ષ પુરા થયા હોવાથી તેઓઆ જશ્નમાં ભાગ લેવા માટે ત્યાં પહોચ્યા છે. મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદ સાથે મુલાકાત કરશે. તેમની બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની સાથે ડેલિગેશન-સ્તર પર વાતચીત થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ પહોચી ચુક્યા છે. ઢાંકાના એરપોર્ટ પર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમનુ સ્વાગત કર્યું, અને તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની રચનામાં ભારતે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. માટે જ આજે પ્રધાનમંત્રી ત્યાં પહોચ્યા છે. વડાપ્રધાન મોદીના બે દિવસના આ પ્રવાસ વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વ્યાપાર અને સમુદ્ર વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રોમાં સમજૂતી થશે. વડાપ્રધાન શેખ મુજીબ-ઉર-રહેમાનની સમાધિ પર જનારા પ્રથમ ભારતીય ગણમાન્ય અતિથિ હશે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓ, સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓ, અલગ અલગ સંપ્રદાયોના નેતાઓ અને બાંગ્લાદેશના યુથ આઈકન્સને પણ મળશે.
સૌ પ્રથમ પીએમ શહીદ સ્મારકની મુલાકાત લેશે.બાદમાં ત્યાંના કમ્યુનીટી લીડર્સ સાથે મુલાકાત કરશે, તેમજ વિપક્ષ પાર્ટીઓ અને વિદેશમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ સાંજે 4:30 વાગ્યે તેઓ રાષ્ટીય દિવસના કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લેશે. કોરોના વાયરસની મહામારી બાદ પ્રધાનમંત્રીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે તેઓએ વર્ષ 2020માં એક પણ વિદેશ પ્રવાસ કર્યા નથી. તેઓ કુલ 60 દિવસના વિદેશ પ્રવાસમાં 106 દેશની મૂલાકાત લઇ ચુક્યા છે. વડાપ્રધાન મોદીનો છેલ્લો વિદેશ પ્રવાસ 13થી 15 નવેમ્બર 2019માં બ્રાઝિલનો હતો.