Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વેફર માટેના બટાટાની મબલખ આવક

જામનગરમાં વેફર માટેના બટાટાની મબલખ આવક

- Advertisement -

જામનગરમાં ફરાળી વાનગીઓમાં બટાટાની વેફરની વિશેષ માંગ હોય છે. ત્યારે હાલમાં વેફરની સિઝન ચાલતી હોય, ગૃહિણીઓ બટાટાની વેફર બનાવવામાં વ્યસ્ત બની છે. તો બીજીતરફ કેટલાંય ગૃહ ઉદ્યોગમાં પણ બટાટાની વેફર બનાવીને રોજગારી મેળવવાનું અભિયાન ચાલી રહ્યું છે. મહિલાઓ ઘર બેઠાં બટાટાની વેફર બનાવીને આર્થિક આવક મેળવી રહી છે. જ્યારે બટાટાની માંગમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
શહેરમાં ઉનાળાના પ્રારંભમાં જ ગૃહિણીઓ બટાટાની વેફર બનાવીને અગાસીમાં સુકવતી નજરે પડે છે. ત્યારે આ વર્ષે બજારમાં બટાટાની માંગમાં પણ વધારો થયો છે. મહિલાઓ જાતે પોતાના પરિવારની જરૂરિયાત મુજબ બટાટાની વેફર ઘરે બનાવતી હોય છે. આ ઉપરાંત અનેક ગૃહ ઉદ્યોગ પણ ચાલી રહ્યા છે. જેમાં મહિલાઓ રોજગારી મેળવતી હોય છે. ઘર બેઠાં બટાટાની વેફર બનાવી તેનું વેંચાણ કરી મહિલાઓ આર્થિક આવક પણ મેળવતી હોય છે. તો બીજીતરફ પોતાના પરિવાર માટે વર્ષભર માટે વેફર બનાવી રાખવામાં આવતી હોય છે. બટાટાની વેફરની સિઝનનો પ્રારંભ થતાં જ બજારમાં બટાટાની માંગ ધીમે ધીમે વધતી જાય છે.
જામનગરમાં આ વર્ષે બટાટાની વેફર બનાવવા માટેના બટાટાના 1 કિલોના રૂા. 10 થી 20 સુધીના ભાવો હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગરમાં શ્રાવણ માસ સહિતના પર્વ ઉપર લોકો ફરાર કરતાં હોય, બટાટાની વેફરનો ઉપયોગ વધુ હોય. બટાટાની વેફરની માંગ વિશેષ જોવા મળતી હોય છે. બટાટાની સારી ગુણવત્તા અને મોટી સાઇઝના બટાટા વેફર માટે ગૃહિણીઓની પ્રથમ પસંદગી હોય છે. બજારમાં મળતાં શાકભાજીના બટાટા કરતાં વેફર માટેના બટાટાના જુદા જુદા ભાવ અને જુદા જુદા વેપારીઓ વેંચાણ કરતાં જોવા મળતા હોય છે.
હાલની પરિસ્થિતિ મુજબ બટાટા લેવા જવા, તેની વેફર બનાવવી વગેરે કાર્ય થોડું અઘરૂં હોય. નોકરીયાત તથા પૈસાદાર પરિવારજનોની મહિલાઓ તૈયાર વેફરની ખરીદી પણ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular