ખાણી-પીણીના શોખીન આજની યુવા પેઢીઓમાં કેપ્સિકમ મરચાનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે. શિમલા મરચાનો ઉપયોગ ઘણી અવનવી ડીસીસ માટે થઇ રહ્યો છે. વધુ પડતું ચાઇનીઝ ડિશમાં આ કેપ્સિકમ મરચાનો ઉપયોગ જોવા મળે છે. ત્યારે આ કેપ્સિકનો ઉપયોગ કરતાં પહેલા એક વખત સોશિયલ મીડીયા પર વાયરલ આ વિડીયો જરુરથી જુઓ.
शिमला मिर्च खाने से पहले सावधान रहें.. pic.twitter.com/LCgRRivfAK
— 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮𝗣𝗿𝗲𝗲𝘁𝗶 (@Krishnavallabhi) May 28, 2024
માર્કેટમાં આસાનીથી મળી રહેલા કેપ્સિકમ મરચાનો ઉપયોગ કરતાં સાવધાન થઇ જજો. આ વિડીયોમાં તમે જોઇ શકો છો. મહિલાએ જેવું કેપ્સિકમ મરચાને કટકીયુ તેમજ તેની અંદરથી દોરા જેવું કઇક જોવા મળ્યું હતું. આ દોરા જેવું દેખાવમાં લાગતાને દોરા સમજવાની ભૂલ ના કરતાં આશરે આપણી આંગળીની લંબાઇ જેટલું અને દોરા જેટલુ પતલુ લાગતો જીવને થ્રેડવર્મ કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે કેપ્સિકમ મરચામાં જોવા મળતાં હોય છે. જે ખતરનાક હોય છે.
સોશિયલ મીડીયામના એક્સ પ્લેટફોર્મ પર @krishnavallbhi નામના યુઝરે આ વિડીયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, આ થ્રેડ ર્વ જો પેટમાં અંદર ચાલ્યું જાય તો તે અંદર આપણી કોશિકાઓને ડેમેજ કરે છે અને જેના પરિણામે વ્યક્તિના જીવ જોખમમાં મૂકાય છે. આ ઉપરાંત કેપ્સિકમના બીટમાં પણ તેના ઇંડા હોવાની સંભાવના છે. જેથી કેપ્સિકમના બી પુરી રીતે કાઢીને તેનો ઉપયોગ કરવો જોઇએ.