રાયપુરમાં મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહેલા યુવકનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. યુવકના બર્થડેના દિવસે મિત્રોએ તેના ચહેરા પર ફોમ સ્પ્રે લગાવ્યું હતું. અને બર્થડે બોય કેક કાપવા જતા કેન્ડલનું એક તણખું યુવકના ચહેરા પર પડતા આગ ફાટી નીકળતા તેનો ચહેરો સળગી ગયો હતો. રાયપુરના તેલીબંધા તળાવના કિનારે આ ઘટના બની હતી.
#chhatisgrah #raipur #birthday #fire #videonews #Viralvideo #Khabargujarat
રાયપુરના તેલીબાંધા તળાવ પાસે બર્થડેના દિવસે યુવક દાઝ્યો
બર્થડેની ઉજવણીમાં કેક કાપતી વખતે ફોમ સ્પ્રે કરાયેલ યુવકના ચહેરા પર કેન્ડલનું તણખું ઉડતા આગ લાગતા યુવકનો ચહેરો સળગી ગયો pic.twitter.com/4eFlAqdFXo
— Khabar Gujarat (@khabargujarat) January 10, 2022
વીડિયોમાં કેટલાક યુવકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. આજકાલ યુવાનોમાં એકબીજા પર સ્પ્રે છાંટવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આ વીડિયોના બર્થડે બોય પર પણ ફોમ સ્પ્રે લગાવવામાં આવ્યો હતો અને યુવાનના ચહેરા પર આગ લાગી ગઈ. બાદમાં તેના મિત્રોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુવકનો ચહેરો સળગી ગયો હતો. આ શોકિંગ વીડિયો જોઈને લોકો આવી રીતે ઉજવણી ન કરવાની અપીલ કરી રહ્યાં છે.