કોરોના વાયરસની મહામારી દરમિયાન પેરાસિટામોલ દવાના વેચાણમાં ઘણો વધારો થયો છે. પરંતુ એક રીસર્ચમાં સામે આવ્યું છે કે પેરાસિટામોલના પરિણામે તમારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. દરરોજ પેરાસિટામોલ લેવાથી બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. રિસર્ચમાં સામેલ એક્સપર્ટએ કહ્યું છે કે આ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
આ રિસર્ચ કો એડિનબર્ગ યુનિવર્સિટીના એક્સપર્ટ્સ દ્વારા હાઈ બ્લડ પ્રેશરવાળા 110 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. દર્દીઓને બે અઠવાડિયા સુધી દિવસમાં ચાર વખત પેરાસીટામોલની ગોળીઓ આપવામાં આવી હતી. ચાર દિવસ પછી તપાસ કરવામાં આવી તો આ દર્દીઓનું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી ગયું હતું. હાઈ બ્લડ પ્રેશરને કારણે આ દર્દીઓમાં હાર્ટ એટેકની શક્યતા 20 ટકા વધી ગઈ હતી. જ્યારે લોકોએ પેરાસિટામોલ લેવાનું બંધ કર્યું, ત્યારે તેમનું બ્લડ પ્રેશર સામાન્ય થઈ ગયું.
આ સંશોધન બ્રિટનના લોકો પર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યુકેમાં લગભગ 10માંથી એક વ્યક્તિ સામાન્ય પેઈન માટે દરરોજ પેરાસિટામોલ લે છે. નોંધનીય છે કે યુકેમાં લગભગ ત્રણમાંથી એક વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.
એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ વેબે કહ્યું કે અત્યાર સુધી પેરાસિટામોલને સુરક્ષિત દવા તરીકે જોવામાં આવી રહી હતી. પરંતુ આ સંશોધન પછી અમે કહીશું કે હાર્ટ એટેકનું જોખમ ધરાવતા દર્દીઓએ પેરાસિટામોલથી દૂર રહેવું જોઈએ. તે ડોકટરોને પેરાસીટામોલની જરૂર હોય તેટલી જ માત્રા આપવા વિનંતી કરશે.