જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા આગામી તા. 1 થી 8 મે સુધી જામનગર ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પૂ. રમેશભાઇ ઓઝા કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમને અનુસંધાને ગઇકાલે જામનગરના વિવિધ સમાજોના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી અને સપ્તાહને અનુસંધાને વિવિધ સમિતિઓની રચના કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પૂર્વ રાજ્યમંત્રી અને જામનગર ઉત્તરના ધારાસભ્ય તથા ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા જામનગરના આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 1 થી 8 મે સુધી યોજાનાર આ ભાગવત સપ્તાહમાં પૂ. રમેશભાઇ ઓઝા તથાનું રસપાન કરાવનાર છે. ત્યારે આ કથાના આયોજન અને વિવિધ સમિતિઓની રચના કરવા સહિતની બાબતો માટે ગઇકાલે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત જામનગરના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, અશોકભાઇ નંદા, પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવા, ઉપરાંત ધીરૂભાઇ કનખરા, દિલીપસિંહ ચુડાસમા, જોગીનભાઇ જોશી, ગિરીશભાઇ ગણાત્રા, વિવિધ વોર્ડના કોર્પોરેટરો, વિવિધ સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.