Friday, November 22, 2024
Homeરાજ્યરાજકોટ રેલવે ડિવિઝનમાં પેન્શન અદાલતનું આયોજન

રાજકોટ રેલવે ડિવિઝનમાં પેન્શન અદાલતનું આયોજન

- Advertisement -

રેલવે બોર્ડની સૂચના મુજબ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્ર્નોના ઝડપી નિરાકરણ માટે રાજકોટ રેલવે ડિવિઝનમાં 15મી જૂનના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

વધુ વિગતો આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, આ પેન્શન અદાલતનું આયોજન સવારે 11 કલાકે કોઠી કમ્પાઉન્ડમા ંડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના તમામ પેન્શનરો, ફેમિલી પેન્શનરો જેમને પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ હોય, તેઓ વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી, સેટલમેન્ટ વિભાગ, ડીઆરએમ ઓફિસ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ, 360001ના સરનામે કવર પર ‘પેન્શન અદાલત 2022’ લખીને નામ અને સરનામા સાથે મોકલી શકાશે.

વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી મનીષ મહેતાના જણાવ્યા મુજબ, અરજી મોકલતી વખતે અરજદાર નિવૃત્તિની તારીખ, હોદ્દો, વિભાગ, સ્ટેશન, મોબાઈલ નંબર,પેન્શન પે ઓર્ડરની નકલ અને તેની ફરિયાદની વિગતો ટૂંકમાં લખીને ઉપર જણાવેલ સરનામા પર 31.5.2022 સુધી મોકલી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular