રાજકોટ શહેરની મધ્યમાં રૈયા રોડ, આમ્રપાલી સિનેમા પાસે, વૈશાલીનગર શેરી નં. 5માં પી.એમ. ફાઉન્ડેશન નવનિર્મિત સંકુલમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી લાભકુંવરબેન મથુરાદાસ કામદાર, સુવિધિનાથ જૈન ઉપાશ્રય, દલીચંદ નેમચંદ કામદાર, આયંબિલ ભવન અને ઉપરમાં મેડિકલ સેન્ટરનું આયોજન કરવામાં આવેલ છે.
તારક વોરાની એક માહિતી અનુસાર આ મેડીકલ સેન્ટરના નામકરણ યોજનામાં 1 કરોડ 51 લાખ તેમજ પેથોલોજી વિભાગ રૂા. 51 લાખ, ફિજીયોથેરાપી વિભાગ રૂા. 31 લાખ, એકસ-રે વિભાગ રૂા. 25 લાખ, સોનોગ્રાફી વિભાગ રૂા. 25 લાખ, હોમિયોપેથી વિભાગ રૂા. 25 લાખ, ઓર્થોપેડીક વિભાગ રૂા. 25 લાખ, યુરોલોજી વિભાગ રૂા. 15 લાખ અને લીફટ દાતા રૂા. 11 લાખ રાખેલ છે. વેઇટીંગ લોન્જ અને ઇમરજન્સી રુમ નં. 1 અને 2ના આદેશ અપાઇ ગયા છે.
પંચમહાવ્રતધારીઓની વૈયાવચ્ચના વિશેષ લાભ માટે રૂા. 5 લાખ ડાયમંડ દાતા શ્રેણી રૂા. અઢી લાખ ગોલ્ડન દાતા શ્રેણી, રૂા. 1,11 હજાર સિલ્વર દાતા શ્રેણી યોજના છે. વધુ વિગત માટે જયશ્રી શાહ, રાજેશ વિરાણી મો. 99792 32357નો સંપર્ક કરવા રજનીભાઇ બાવીશી અને ડો. સંજય શાહની યાદીમાં જણાવાયું છે.