Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયા તાલુકાની શક્તિનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચહેરાને સ્થાન

ખંભાળિયા તાલુકાની શક્તિનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચહેરાને સ્થાન

સરપંચપદે ભાજપ પ્રેરિત મહિલા ઉમેદવાર પૂનમબેન વિજેતા થયા

- Advertisement -

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી 128 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ગત રવિવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેના તમામ પરિણામો વિધિવત રીતે જાહેર થયા છે. જેમાં ખાસ કરીને ખંભાળિયા શહેરની નજીક આવેલી મહત્વની એવી શક્તિનગર, ધરમપુર સહિતની ગ્રામ પંચાયતોમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપી, મતદારો દ્વારા વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

- Advertisement -

ખંભાળિયા શહેરની બગલમાં આવેલી અને મોટી તથા મહત્વની એવી શક્તિનગર ગ્રામ પંચાયત દાયકા અગાઉ લોકપ્રિય અને સક્રિય સરપંચ સ્વ. વસરામભાઈ નકુમની કામગીરીને ધ્યાને લઈ અને સ્થાનિકોની અપેક્ષા મુજબ તેમના પરિવારના પુનમબેન મયુરભાઈ નકુમ દ્વારા સરપંચપદ માટે દાવેદારી કરવામાં આવી હતી.

આ ઉપરાંત અતિ રસાકસીભર્યા અને મહત્વના એવા વોર્ડ નં. 14ના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણીજંગમાં નવયુવા ઉમેદવાર કે તેમને સમગ્ર રામનાથ તથા શક્તિનગર વિસ્તારમાંથી પ્રચંડ જનસમર્થન સાંપડ્યું હતું. તેવા કરણ ભરતભાઈ સવજાણી નામની બે યુવા પ્રતિભાઓને મતદારોએ નોંધપાત્ર મત આપી વિજેતા બનાવ્યા હતા.

- Advertisement -

શક્તિનગર વિસ્તારમાં રોડ, રસ્તા, સફાઈ તથા પીવાના પાણીના મહત્વના પ્રશ્ર્નોના નિરાકરણ લાવવાની નેમ સાથે આવેલા ભાજપ પ્રેરીત મહિલા સરપંચ પુનમબેન નકુમ તથા યુવા અને સક્રિય કાર્યકર કરણ સવજાણીને સ્થાનિક લોકોએ વિજેતા બનાવ્યા છે.

આ ઉપરાંત હર્ષદપુર વિસ્તારમાં કાંતાબેન જમનભાઈ નકુમને 2356 મત, ધરમપુરમાં રાકેશ માવજીભાઈ નકુમને 4005 મત તેમજ રામનગરમાં સંજનાબેન સુનિલભાઈ નકુમને 2045 મત મળ્યા છે. આમ, ઉપરોક્ત ચારેય ગ્રામ પંચાયતમાં સતવારા જ્ઞાતિનું વર્ચસ્વ બરકરાર રહ્યું છે. ધરમપુર વિસ્તારમાં રાકેશ નકુમ તથા જયેશ ખાણધર વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા હતી. આ ચૂંટણીમાં ધરમપુરમાં સભ્યપદ ભાજપના મહિલા મોરચાના પ્રમુખનો નજીવા માટે પરાજિત થયા છે.
રામનગરમાં ચૂંટણી પહેલા બન્ને હરીફ ઉમેદવારો વચ્ચે સારી રીતે સંકલન તથા કોઇપણ દ્વેષ વગર ચૂંટણી યોજાઈ હતી અને એકમાત્ર એજન્ડા ગ્રામ પંચાયતના વિકાસનો હતો. જ્યારે અનેક સ્થળોએ વિજેતા અને પરાજીતો વચ્ચે તદ્દન પાતળી સરસાઈ રહી હતી. રસાકસી ભરેલી અને ઉત્તેજનાસભર બેઠકમાં વિજેતા સરપંચ તથા સદસ્યોના ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular