રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટેનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. બીજા તબક્કા માટે ઉમેદવારી પાછી ખેંચવાના ગઇકાલે અંતિમ દિવસ બાદ પ્રથમ અને બીજા તબક્કાની બન્ને ચૂંટણીઓ માટે 182 બેઠકો માટે હવે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.
રાજ્યમાં આ વખતે આમ આદમી પાર્ટીની જોરશોરથી એન્ટ્રી થતાં ત્રિપાંખિયો જંગ જામશે જ્યારે કેટલીક બેઠકો ઉપર અપક્ષો પણ બળુકા સાબિત થઇ રહ્યાં છે. પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 788 જ્યારે બીજા તબક્કાની 93 બેઠક માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. સુરતની લિંબાયત બેઠક ઉપર સૌથી વધુ 44 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. તા. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું જ્યારે તા. 5 ડિસેમ્બરે બીજા તબકકાનું મતદાન યોજાશે. તા. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. બીજા તબક્કામાં ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે 400થી વધુ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતાં.
વિધાનસભા હસ્તગત કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની તમામ તાકાત કામે લગાડી દીધીછે. ભાજપે તો તેના રાષ્ટ્રીય નેતાઓની આખે-આખી ફૌજ ઉતારી દીધી છે. પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના કેજરીવાલ ગુજરાતમાં જાહેરસભાઓ ગજવવા લાગ્યા છે.
4અનુ. પાના નં. 6 ઉપર