Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી કરવી તબીબોને ભારે પડી

ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી કરવી તબીબોને ભારે પડી

- Advertisement -

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં બ્રેઈન સ્ટ્રોકના મહિલા દર્દીના ચાલુ ઓપરેશન દરમિયાન તબીબ દ્વારા ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. જો કે, આ મામલે કોલેજના ડીન દ્વારા બન્ને તબીબો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને ત્યારબાદ આ બંને સામે કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

વાયરલ ફોટાની વિગત મુજબ, સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને આ હોસ્પિટલમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં પાંચ દિવસ પહેલાં બનેલી એક ફોટોસેશનની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે. જેમાં મહિલા દર્દીને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું રાત્રિના સમયે ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન સમયે બે તબીબોએ મહિલાના ખુલેલા મગજ સાથેના ફોટા પાડી અને ઓપરેશનને સફળ થયું હોય તેવા ફોટા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યા હતાં. તબીબો દ્વારા ચાલુ ઓપરેશન ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ભારે ચકચાર જાગી હતી અને દર્દીઓના જીવ જોખમમાં મુકી ફોટોગ્રાફી કરવાની ઘેલછા ઉપર ફીટકાર વર્ષી રહ્યો હતો. સમગ્ર પ્રકરણની જાણ થતા મેડીકલ કોલેજના ડીન ડો. નંદની દેસાઈ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ અને બન્ને તબીબો પાસે ખુલાસો માંગવામાં આવ્યા બાદ બંને તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular