Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયશાળાના પાઠ્યપુસ્તકમાં છપાયા સુશાંતસિંહ રાજપૂતના ફોટો

શાળાના પાઠ્યપુસ્તકમાં છપાયા સુશાંતસિંહ રાજપૂતના ફોટો

- Advertisement -

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપુતના ચાહકો હજુ પણ સુશાંતના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના મૃત્યુથી આજ દિન સુધી હંમેશા અનેક પોસ્ટ શેયર થઇ રહી છે. આ બધા વચ્ચે એક એવી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં શાળાના પાઠ્યપુસ્તકમાં સુશાંતસિંહનો ફોટો છે અને સાથે અંકિતા લોખંડે પણ છે. આ ફોટો પવિત્ર રિશ્તા સીરીયલનો છે. પાઠ્યપુસ્તકમાં સુશાંતનો ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો બંગાળની શાળાના પાઠ્યપુસ્તકોમાં રાખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

- Advertisement -

એવું કહેવાય રહ્યું છે કે આ ફોટોનો ઉપયોગ બાળકોને કૌટુંબીક મુલ્યો સમજાવવા માટે કરવામાં આવ્યો છે. સુશાંતની મિત્ર સ્મિતા પરીખે તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો પણ શેર કર્યો છે, ફોટોમાં સુશાંતની સાથે અંકિતા લોખંડે પણ છે. કેપ્શનમાં લખ્યું છે  ‘આ જોઈને મને ખૂબ ગર્વ થાય છે. દેખીતી રીતે અમારા શિક્ષણ બોર્ડને પણ લાગે છે કે તેઓ શ્રેષ્ઠ છે. ‘

બીજી તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં યુઝરે લખ્યું છે કે – ‘આ મારી નાની કઝીન બહેનની સાયન્સ બુક છે. તે ત્રીજા ધોરણમાં છે. આ પુસ્તકમાં લખ્યું છે કે મનુષ્ય શું છે, પ્રાણી શું છે. અહીં મનુષ્યના ઉદાહરણ તરીકે સુશાંતનો ફોટો છે. આ પુસ્તક બંગાળ ભાષામાં છે. પવિત્ર રિશ્તા સિરીયલમાં સુશાંતનું નામ માનવ હતું, કદાચ એટલે જ પુસ્તકમાં માનવ અને પ્રાણી વચ્ચેના તફાવતને સમજાવવા માટે સુશાંતની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંતે ઉલ્લેખનીય છે કે 14 જુન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular