Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના ફાર્માસિસ્ટો પડતર માંગણીઓના સંદર્ભે આંદોલનના માર્ગે

દ્વારકા જિલ્લાના ફાર્માસિસ્ટો પડતર માંગણીઓના સંદર્ભે આંદોલનના માર્ગે

પડતર માંગણીઓ ન સંતોષાતા વેક્સિનની વધારાની કામગીરીનો બહિષ્કાર

- Advertisement -

ગુજરાતમાં પંચાયત હસ્તકના ફાર્માસિસ્ટો દ્વારા વેક્સિનની વધારાની કામગીરી બદલ માસિક ભથ્થાની માંગણી તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ ફાર્માસિસ્ટનું જરૂરી મહેકમ મંજૂર કરવા અંગે વર્ષોથી અનેક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ વર્ષો જૂની આ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી.

- Advertisement -

ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન – ગાંધીનગર દ્વારા વિધિવત રીતે આ અંગે આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. આ આંદોલનના પગલે ફાર્માસિસ્ટોએ વેક્સિનની કામગીરીની ઓનલાઈન એન્ટ્રી અને તાલુકા તથા જિલ્લા કક્ષાએ ફાર્માસિસ્ટો પાસેથી મહેકમ વગરની લેવામાં આવતી વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચાયત હસ્તકના ફાર્માસિસ્ટો પણ આ આંદોલનમાં જોડાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં દવાઓ અને વેક્સિનેશન સહિતની કામગીરી ખોવાઈ જવાની સંભાવના છે.

કામગીરીના આ બહિષ્કારના પગલે તારીખ 9 ઓગસ્ટ સુધી ચોક્કસ એપમાં વેક્સિનેશનની એન્ટ્રી અંગેની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તારીખ 9 ઓગસ્ટ સુધીમાં સરકાર દ્વારા જો આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 10 ઓગસ્ટથી ફાર્માસિસ્ટને લગતી વિવિધ કામગીરીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના કાળમાં રજાના દિવસે પણ કરેલી કામગીરી બદલ 130 દિવસના રજા પગાર પણ ચૂકવવામાં ના આવતા ફાર્માસિસ્ટોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular