ધ્રોલ ગામમાં ત્રિકોણબાગ પાસેથી પુરઝડપે-બેફીકરાઈથી પસાર થતા ટ્રકચાલકે પીજીવીસીએલના કેબલ સાથે ટ્રક અથડાવતા કેબલ ખેચાતા વીજ ટ્રાન્સફોર્મર અને લોખંડના પોલમાં 1.54 લાખનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ત્રિકોણબાગ પાસેથી સોમવારે મધ્યરાત્રિના સમયે જીજે-12-બીટી-2215 નંબરના ટ્રકના ચાલક જયનારાયણ પાંડે એ તેનો ટ્રક બેફીકરાઇથી ચલાવી પીજીવીસીએલના કેબલ સાથે અથડાતા કેબલ ખેંચાવાથી વીજ ટ્રાન્સફોર્મર અને લોખંડના પોલમાં નુકસાન પહોંચાડયું હતું. અકસ્માતની ઘટના બાદ પીજીવીસીએલના નાયબ ઈજનેર રાકેશભાઈ દ્વારા પીજીવીસીએલની નુકસાન અંગેની જાણ કરાતા હેકો ડી.પી.વઘોરા તથા સ્ટાફે ટ્રકચાલક વિરુધ્ધ પીજીવીસીએલને રૂા.1,54,216 નું નુકસાન પહોંચાડયાનો ગુનો નોંધી ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.