Monday, December 30, 2024
Homeરાજ્યહાલારધ્રોલ પીજીવીસીએલના ઈજનેરને અપશબ્દો બોલી ધમકી

ધ્રોલ પીજીવીસીએલના ઈજનેરને અપશબ્દો બોલી ધમકી

બે માસ પૂર્વે રાત્રિના સમયે ધ્રોલમાં એક કર્મચારીના પિતાએ નાયબ ઈજનેરને ધમકાવ્યા : પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

પીજીવીસીએલ કંપની ધ્રોલ (ગ્રામ્ય) કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરને તેની ઓફિસના જ એક કર્મચારીના પિતાએ ધમકી આપ્યાના બનાવમાં બે માસ પછી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલ પીજીવીસીએલની ગ્રામ્ય કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર પદે ફરજ બજાવતા પંકજભાઈ પ્રસાદ ગત તા. 22/8/23 ના રોજ પોતાનું કામ પુરૂ કરી સ્ટાફ સાથે ઓફિસની સામે આવેલી હોટલે ચા પીતા હતા ત્યારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં તેમની નીચે નોકરી કરતા હર્ષ ચાંદ્રા અને તેમના પિતા નવીનચંદ્ર આવી અને નવીનચંદ્રે કહેવા લાગેલ કે પંકજ તારી ઓફિસમાં મારો દિકરો હર્ષ નોકરી કરે છે તેને તું હેરાન પરેશાન કરે છે અને આજે તારા સ્ટાફના છે એટલે જવા દઉ છું બાકી મજા નહીં આવે તેમ કહેતા અમે ત્યાંથી નિકળી ગયેલ અને સ્ટાફના કર્મચારી હોવાના કારણે તેની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી પણ કરેલ નહીં પરંતુ ત્યારબાદ પણ નવીનચંદ્ર તેમની ઉપર ખાર રાખતા હોવાથી તેમનાથી કંટાળીને ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular