Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરનાણા વસૂલવા ગયેલા પીજીવીસીએલના કર્મચારીને ધમકી

નાણા વસૂલવા ગયેલા પીજીવીસીએલના કર્મચારીને ધમકી

બાકી રહેતા નાણાં નહીં ભરતા વીજ જોડાણ કાપવાની કાર્યવાહી : મકાનમાલિક સહિતના ચાર શખ્સો દ્વારા ગાળાગાળી અને પતાવી દેવાની ધમકી: કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેણાંક વિસ્તારમાં બાકી રહેતા વીજ બીલના નાણાના કલેકશન માટે ગયેલા કર્મચારી ઉપર ચાર શખ્સોએ એક સંપ કરી અપશબ્દો બોલી વીજ જોડાણ કાપીયું છે તો પતાવી દેશું ની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં રહેતાં અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા ભીમશીભાઈ વેજાભાઈ પોપાણીયા નામનો યુવાન સોમવારે સવારના સમયે વિભાપર ગામમાં રહેતાં શિવા ભોજા મકવાણાના ઘરે વીજબીલના બાકી રહેલા રૂા.38,059 ની રકમ વસૂલ કરવા માટે સમજાવતા હતાં તે દરમિયાન મકાન ધારકે બીલ ભરવાની ના પાડતા કર્મચારીએ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરતા શિવા ભોજા મકવાણા, નારદ શીવા મકવાણા, મનિષ શીવા મકવાણા, સીદી ભોજા મકવાણા નામના ચાર શખ્સોએ એકસંપ કરી વીજ કર્મચારીને અપશબ્દો બોલી ઘરનું વીજ જોડાણ કાપ્યું છે તો પતાવી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ વીજ કર્મચારીએ આ બનાવ અંગેની જાણ કરતા બેડી મરીન પીએસઆઇ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, ધમકીનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular