પીજીવીસીએલ જામનગર સર્કલ દ્વારા એનર્જી કન્ઝર્વેશન તથા સેફટીને લઇ જન લોકજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત પીજીવીસીએલ જામનગર સર્કલ દ્વારા લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના લાલબંગલા પાસેથી આ રેલીનો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. અને વીજ સલામતી તથા ઉર્જા સરક્ષણ અંતર્ગત પદયાત્રા યોજી લોકજાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો હતો.
View this post on Instagram


