Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપીજીવીસીએલ દ્વારા દ્વારકા તાલુકાની બે આઇસ ફેકટરીમાંથી બે કરોડથી વધુની વીજચોરી ઝડપાઇ

પીજીવીસીએલ દ્વારા દ્વારકા તાલુકાની બે આઇસ ફેકટરીમાંથી બે કરોડથી વધુની વીજચોરી ઝડપાઇ

આરંભડાની મોમાઈ આઇસ ફેકટરી તથા બારાઈ ઈન્ડસ્ટ્રીઝમાંથી વીજચોરી ઝડપાઇ

- Advertisement -

પીજીવીસીએલની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડામાં બે આઈસ ફેકટરીમાંથી રૂા.2 કરોડથી વધુની વીજચોરી ઝડપી લીધી હતી. પીજીવીસીએલના દરોડાથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -

પીજીવીસીએલની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડામાં આઈસ ફેકટરીમાં વીજચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન તા.30 ઓકટોબરના આરંભડાની મોમાઇ આઈસ ફેકટરીમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન એક કરોડ એક લાખથી વધુની રકમની વીજચોરી ઝડપાઈ હતી. છ જેટલી ટીમો દ્વારા વિસ્તારમાં છ વીજજોડાણો ચેકિંગ કરાયા હતાં. જે દરમિયાન આ આઈસ ફેકટરીમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આ ઉપરાંત તા.04 નવેમ્બરના રોજ સાત જેટલી ટીમો દ્વારા સાત વીજજોડાણોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી આરંભડાની બારાઈ ઈન્ડસ્ટ્રીઝમાં રૂા.1 કરોડ 18 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ હતી. આમ, બન્ને કેસમાં કુલ મળી રૂા.2 કરોડથી વધુની રકમની વીજચોરી પીજીવીસીએલની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી હતી અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular