નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે જણાવ્યું હતુકે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકસાથે આવીને ચર્ચા ન કરે ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલની કીમત ઘટાડો સંભવ નથી અને એકસાઈઝમાં કાપ કરવામાં આવી શકતો નથી.
આ સાથે તેમણે કહ્યું હતું કે, સરકાર પર UPA સરકાર દ્વારા જાહેર કરાયેલ તેલ બોન્ડ માટે કરવામાં આવેલ વ્યાજની ચૂકવણીનો બોજ પણ છે. સરકારે અત્યાર સુધી પાંચ વર્ષમાં 62 હજાર કરોડ રૂપિયા વ્યાજની ચુકવણી કરી છે અને 2026 સુધીમાં હજુ 37 હજાર કરોડની ચુકવણી કરવાની છે. વ્યાજ ચુકવણી બાદ પણ 1.30 લાખ કરોડ થી વધુ મૂળધનનું પણ દેણું છે. જો આ બોજ ન હોત તો સરકાર ઇંધણ પર ઉત્પાદન શુલ્ક ઓછી કરી શકત.
નાણામંત્રીએ ઇંધણની કિમતો પર કોંગ્રેસની નીતિઓને જવાબદાર ગણાવી હતી. UPA પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે તેઓએ 1.44 લાખ કરોડના ઓઈલ બોન્ડ જાહેર કરી ભાવ ઘટાડ્યા હતા. પરંતુ તેઓ આ પ્રકારની ચાલબાજી કરી શકતા નથી જેવી UPA દ્વારા કરવામાં આવી હતી.