પેટ્રોલ – ડિઝલને જીએસટીમાં સમાવવા મુદ્દે થઇ રહેલાં વિલંબનું ઠીકરૂં કેન્દ્રિય નાણાંમંત્રીએ વધુ એક વખત રાજયો ઉપર ફોડયું છે. તેમના મતે કેન્દ્ર સરકાર પેટ્રોલ – ડિઝલને જીએસટીમાં સહમત છે. પરંતુ મોટાભાગના રાજયો પોતાની આવક ઘટવાની બીકે આ મુદે સહમત થતા નથી. એક નિવેદનમાં નાણાંમંત્રીએ કહ્યું કે, જો રાજયો સહમત થાય તો ઇંધણને જીએસટીમાં લાવી શકાશે. ઘણા લાંબા સમયથી ઇંધણને જીએસટીમાં સમાવવાને લઇને કોઇ નકકર નિર્ણય લઇ શકાયો નથી. જયારે પણ જીએસટી કાઉન્સિલની બેઠક મળે છે ત્યારે કેન્દ્ર અને રાજયો એકબીજાને ખો આપતાં નજરે પડે છે.
પેટ્રોલ – ડિઝલના વધતા ભાવોથી આમ પ્રજા પરેશાન છે, આવા સમયમાં ઇંધણને જીએસટીના દાયરામાં લેવા અવાર નવાર માંગ ઉઠતી રહી છે. ત્યારે જ આ અંગે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો રાજ્યોના નાણાંમંત્રીઓ સહમત થાય તો ઇંધણ જીએસટીમાં લાવી શકાશે. હાલ ઈંધણના ભાવ ભડકે બળી રહ્યા છે,