Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવમાં ફરી ભડકો

પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવમાં ફરી ભડકો

- Advertisement -

આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક દિવસથી કાચા તેલની કિંમત વધારો થઇ રહ્યો છે. બુધવારે પણ એક ટકાનો વધારો નોંધાયો હતો. તેના એક દિવસ પહેલા બે ટકાનો વધારો નોંધાયો હતો. તેની સીધી અસર આજે સ્થાનિક બજારમાં જોવા મળી છે. ભારતમાં આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

- Advertisement -

પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતે આમ આદમનું ટેન્શન વધારી દિધું છે. એક અઠવાડિયા બાદ આજે ફરી સરકારી કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કર્યો છે. આ રીતે જ એલપીજી સિલિન્ડરની ભાવમાં પણ 25 રૂપિયાનો વધારો થયો છે.

આજના ભાવ જોઈએ તો દિલ્હીમાં પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 76.83 રૂપિયા લીટર છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૃદ્ધિના કારણે મોંઘવારી પણ વધી છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમને 1લી ફેબ્રુઆરીએ વર્ષ 2021-22નું સામન્ય બજેટ રજુ કર્યું હતું. તેણે પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ લીટર 2.5 રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયા પ્રતિ લીટર સેસ લગાવાની જાહેરાત કરી હતી. જોકે, સરકારનું કહેવું છે કે તેનાથી સામન્ય પ્રજા પર કોઇ અસર નહીં પડે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ સવારે છ વાગ્યે સુધારો થાય છે. સવારે છ વાગ્યાથી નવા દર લાગુ થઇ જાય છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં એક્સાઝ ડ્યુટી, ડીલ કમીશન અને અન્ય ટેક્ષનો ઉમેરો કર્યા બાદ તેની કિંમત લગભગ બે ગણી થઇ જાય છે. વિદેશી મુદ્રા દર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું ચાલી રહી છે તેના આધાર પર દરરોજ કિંમતમાં ફેરબદલ થતી રહે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular