Monday, January 13, 2025
Homeરાજ્યહાલારશેઠવડાળા પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ વિરૂધ્ધ પોલીસવડાને અરજી

શેઠવડાળા પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ વિરૂધ્ધ પોલીસવડાને અરજી

નંદાણાના યુવાન દ્વારા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા માંગણી : સાદા ડ્રેસમાં ઘરમાં ઘુસી ધમકાવ્યાનો આક્ષેપ

- Advertisement -

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતાં યુવાનના ઘરમાં સાદા ડ્રેસમાં ગયેલા પોલીસકર્મીએ યુવાનની બહેનને તારા ભાઈને દારૂમાં પકડવાનો છે અને ફોજદારે તું મેન્ટલ છો તારા બંને ભાઈઓને ગુનામાં ઉપાડી જવાના છે તેવી ધમકી આપ્યાના બનાવમાં યુવાને પોલીસવડાને અરજી લખી પીએસઆઈ સહિતના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતાં અને ખેતી કરતા મયુરધ્વજસિંહ ઉર્ફે રણુભા જેઠુભા જાડેજા નામના યુવાનના ઘરે ગત તા.7 ના રોજ યુવાનની બહેન ઘરે એકલી હતી તે દરમિયાન પીએસઆઈ ઓડેદરા, પો.કોન્સ્ટબલ ધમભા, સહદેવસિંહ સહિતના ત્રણેય મારા ઘરમાં સાદા કપડામાં ઘુસી આવ્યા હતાં ત્યારે મારી બહેને પૂછયુ કે તમે કોણ છો ? જેથી અમે પોલીસ છીએ તારો ભાઈ મયુર કયાં છે ? અને અમારે તેને દારૂમાં પકડવાનો છે. જેથી યુવાનની બહેને કહ્યું કે, હું ઘરમાં એકલી છું તો આમ ઘરમાં કેમ ઘુસી જવાય ? ત્યારે પીએસઆઈ તું મેન્ટલ છો અને હવે તારા બંને ભાઈઓને ગમે તે ગુનામાં ઉપાડી જીવવા જેવા રહેવા નહીં દઈ. તેમજ જતા જતા પો.કો. ધમભા એ તારો ભાઈ મયુર અને કાનાને કહી દેજે કે અમારા હાથમાં ન આવે નહીંતર તેના પગ પર ચાલવા જેવા રહેવા નહીં દઈ. તેવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે મયુરધ્વજસિંહ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને લેખિત અરજી કરી પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા તેની બહેનને ધમકાવ્યા અંગે પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular