જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસેના મહેશ્ર્વરીનગરમાં રહેતાં પ્રૌઢે કોઇ કારણસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસે આવેલા મહેશ્ર્વરીનગરમાં રહેતાં રાજુભાઈ હરીશભાઈ મકવાણા (ઉ.વ.50) નામના પ્રૌઢે ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન શુક્રવારે બપોરે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સુનિલભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.એન. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.