જામનગરના પી.એન. માર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે. જી. જી. હોસ્પિટલ પાસેના ટ્રાફિક સિગ્નલનું ઢંગધડા વગરનું નિયમનને પરિણામે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે. આજે ફરી એકવખત જી. જી. હોસ્પિટલ નજીક ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાઇ હતી. અહીં જી. જી. હોસ્પિટલ પાસે તથા ટ્રાફિક સિગ્નલના ઢંગધડા વિનાના નિયમનના પગલે જી. જી. હોસ્પિટલથી ડી.કે.વી.કોલેજ સુધી અને જી. જી. હોસ્પિટલથી અંબર ચોકડી સુધી છાશવારે વાહનોના થપ્પા લાગી જાય છે. તાજેતરમાં ગત્ તા. 7 જુલાઇના રોજ આ માર્ગ પર આ જ જગ્યાએ એમ્બ્યુલન્સ ફસાઇ હતી. તેમજ 15 જુલાઇના રોજ જી. જી. હોસ્પિટલના પટાંગણમાં એમ્બ્યુલન્સ ફસાઇ હતી. ત્યારે ફરી વખત આજે તા. 21 જુલાઇના રોજ ફરી એકવખત ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઇ જવાની ઘટના સામે આવી છે. એમ્બ્યુલન્સ ડ્રાઇવર દ્વારા સતત સાયરન વગાડવા છતાં ટ્રાફિક સિગ્નલ ખુલતા ન હોય સમસ્યા વકરે છે. આમ, માત્ર 15 દિવસના ગાળામાં ત્રણ વખત એમ્બ્યુલન્સ ટ્રાફિકજામમાં ફસાતા ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? તે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સમાં રહેલ દર્દીને જો કંઇ થાય તો જવાબદાર કોણ?
View this post on Instagram


