ગુજરાતના 92 જેટલા અજમાયશી પોલીકર્મીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા તેઓને પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2માં નિમણુક કરવામાં આવી છે. જેમાંથી દ્વારકા અને જામનગર જીલ્લામાં કુલ 8 જેટલા પોલીસની 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેઓની કાયમી નિમણુક કરવામાં આવી છે.
કુલ 92 જેટલા પોલીસ ઇન્સ્પેકટર (બિનહથિયારી)ઓની તાલીમનો 27 માસનો સમયગાળો પૂર્ણ થતા તેઓને પીઆઈની નિમણુક આપવામાં આવી છે જેમાંથી દ્વારકા જીલ્લાતાલીમ લઇ રહેલા અક્ષય મહાદેવભાઈ પટેલની દ્વારકા, બિરેન નીતિનભાઈ પટેલ, ખુશ્બુબેન ભરતકુમાર યાગ્નિકની દ્વારકા,જામનગર જીલ્લામાં તાલીમ લઇ રહેલા પ્રેમલ પ્રેમશીલ ઝા ની જામનગર, યુવરાજસિંહ જગદીશસિંહ વાઘેલાની જામનગર, બિરેન નીતિનભાઈ પટેલની વડોદરા,નિકુંજકુમાર અજીતસિંહ ચાવડાની જામનગર, ધર્મેન્દ્રકુમાર બબાભાઈ રાઠોડની પોરબંદર નિમણુક કરવામાં આવી છે.