જામનગર શહેરમાં ટ્રાફિક ઘટાડવા માટે કરોડો રૂપિયાનું ખર્ચ કરીને તૈયાર કરાયેલો ઓવરબ્રિજ હવે જ શહેરમાં ટ્રાફિકનું નવું કારણ બની રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર બનેલો આ ઓવરબ્રિજ લોકો માટે આશીર્વાદ સાબિત થવો જોઈએ હતો, પરંતુ ખુલ્લો મુકાતા જ લોકોનો ઉત્સાહ એટલો વધી ગયો કે ઓવરબ્રિજ “સેલ્ફી ઝોન” બની ગયો છે.
લોકાર્પણ બાદ પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં લોકો ઓવરબ્રિજ પર ઉમટી પડ્યા, ખાસ કરીને સાંજના સમયે રોશનીમાં સજ્જ દેખાતા દૃશ્યો જોવા અને સેલ્ફી લેવા ભીડ લાગતી જોવા મળી.
View this post on Instagram
આ વધેલી ભીડને કારણે વાહનવ્યવહાર માટે બનાવાયેલો રસ્તો જ હવે ભારે ભીડ અને ટ્રાફિકનો કારણ બની રહ્યો છે. ટ્રાફિક પોલીસને પણ વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે.
ટ્રાફિક હળવું કરવાનો ઉદ્દેશ્ય રાખીને બનાવાયેલ આ બ્રિજ હવે વિપરીત શહેરમાં ટ્રાફિક વધારવાનું કારણ બનતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
લોકો દ્વારા ભારે પ્રમાણમાં સપોર્ટ અને મુલાકાત મળતા આ જગ્યા પબ્લિક સ્પોટ બની ગઈ છે, પરંતુ તે જ સમયે તેના મૂળ ઉદ્દેશ્યથી હટીને ટ્રાફિક જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી હોવાના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.


