કોરોના વાયરસની મહામારીમાં એકટર સોનું સુદે અનેક લોકોની મદદ કરીને તમામના દિલ જીતી લીધા છે. ત્યારે આજે પ્રથમ વખત હંમેશા સત્કાર્યોને લઇને ચર્ચામાં રહેતો સોનું સૂદ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આરોપ તેના પર લગાવાઈ રહ્યો છે.
આજે મહાશિવરાત્રીના પર્વ નિમિતે સોનુ સુદે ટ્વીટર પર એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું છે કે ભગવાન શંકરના ફોટો ફોરવર્ડ કરીને નહી પરંતુ કોઈકની મદદ કરીને મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરો. તેના આ ટ્વીટને લઇને શિવ ભક્તોમાં નારજગી જોવા મળી હતી . અને ટ્વીટર પર #WhoTheHellAreUSonuSood ટ્રેન્ડ કરવા લાગ્યું છે. તેના આ ટ્વીટથી લોકો નારજ થયા છે. અને તેના ટ્વીટમાં ઘણા લોકોએ કહ્યું છે કે તેઓએ ક્રિસમસ અને ઈદના તહેવારો પર શા માટે ફોટા કર્યા હતા.
જો કે ટ્રોલ થયા બાદ સોનુ સુદે ટ્વીટર પર મહાદેવનો ફોટો અપલોડ કર્યો છે. કેટલાક લોકોએ લખ્યું છે કે આવું જ્ઞાન જયારે તારી ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે પણ આપવું જોઈએ કે ફિલ્મ જોવાની જગ્યાએ ગરીબની મદદ કરવી જોઈએ. તો કેટલાકે લખ્યું છે કે આ સારી વાત છે કે સોનૂએ લોકડાઉનના સમયમાં લોકોની મદદ કરી હતી પરંતુ તેમણે આ વાતનો અધિકાર નથી મળી જતો કે તેઓ હિન્દુઓથી ઉપર જઇને તેમને જણાવે કે કેવી રીતે તહેવાર મનાવવો છે.