ગુજરાતમાં અત્યારે ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. વિધાનસભા ચૂંટણ-2022ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે હાલાર સહિત સમગ્ર ગુજરાતના ઉમેદવારો પ્રચાર-પ્રસાર તેમજ લોકસંપર્ક માટેના આયોજનો ગોઠવી રહ્યાં છે. ત્યારે જામનગર-77 ગ્રામ્યની બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલ કે, જેઓ હાલના કૃષિ, પશુપાલન અને ગૌ-સંર્વધન મંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા હતાં. લેઉવા પટેલ સમાજનું ગૌરવ એવા રાઘવજીભાઇ પટેલ ઉપર લોકોને ભરોસો છે. જેથી લોકો દ્વારા તેમને જનસંપર્કમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
જાહેર જીવનમાં પ્રવેશી અને પ્રજા જ તેમનો વિશ્ર્વાસ અને શક્તિ બન્યા છે. તેઓ હંમેશા લોકો વચ્ચે રહીને લોકો સાથે કામ કર્યું છે. છેવાળાના માનવી સુધી પહોંચીને તેમના પ્રશ્ર્નોનું નિવારણ કરવાના પ્રયાસો સતત તેમના દ્વારા થતાં જ રહે છે. રાઘવજીભાઇ પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં તેઓએ લોઠિયા, ચંદ્રગઢ, ખોજાબેરાજા, દોઢિયા, બાલંભડી, ગડુકા અને જીવાપર સહિતના ગામોમાં સંપર્ક કર્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓને તેમણે લોકો સુધી પહોંચાડીને જનસેવાના કાર્યો કર્યા છે. જેનો લાભ સૌ ગ્રામજનો લઇ રહ્યાં છે.
આવનારા દિવસોમાં પણ લોકોની સુખાકારીમાં વધારો થાય અને તેમના દરેક પ્રશ્ર્નોના નિવારણ થાય, નવા ભારતનું નિર્માણ કરવા ગુજરાતની અસ્મિતાને સુવિધાઓના આધારે તેનો લાભ લઇ નવા આયામો સર કરે તેવો આગ્રહ રાખી. આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે સૌ ગ્રામજનોને અનુરોધ કરી અને ભાજપને બહુમતિથી જીતાડવા અને ભાજપનો કેસરીયો લહેરાવવા પોતાનો કિંમતી મત કમળને આપવા માટે ગ્રામજનોને આહવાન કર્યું હતું. આ સાથે જ રાઘવજીભાઇએ લોકોની સેવા માટે અને ગુજરાતના વિકાસ માટેની કટિબધ્ધતા દર્શાવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા, સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સહિતના નેતાઓએ જ્યારે 77-જામનગર ગ્રામ્ય માટે રાઘવજીભાઇ પટેલને પસંદ કર્યા છે. ત્યારે તેમની પસંદગીને સાર્થક કરવા માટે રાઘવજીભાઇ પટેલએ પણ પ્રતિબધ્ધતા દર્શાવી હતી. ત્યારે લોકો દ્વારા ચૂંંટણી પ્રચારમાં ઉમળકાભેર આવકાર મળી રહે તે સ્વાભાવિક છે.
રાઘવજીભાઇ પોતે ખેડૂત હોવાથી જમીનની તકલીફોથી વાકેફ હોય, લોકોની સમસ્યાની હકીકતને સમજીને તેમને નિવારવાના બનતા પ્રયાસો તેઓ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેઓ દ્વારા રોજગાર કાર્ડ વિતરણ, આયુષ્યમાન કાર્ડ વિતરણ, કિશાન ક્રેડિટ કાર્ડ વિતરણ, સ્વરોજગાર કે, જુદી જુદી અનેક સહાય યોજનાના ચેક અને સાધન સહાયનું વિતરણ લોકોને કર્યું છે. આ ઉપરાંત ખેડૂતોને વિજળી અને પાણીના પ્રશ્ર્નો માટે પણ તેઓએ અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્ર્નોના નિરાકરણ લાવીને પોતાની ફરજ બજાવી છે.
આ સ્થિતિથી એવું કહી શકાય કે, રાઘવજીભાઇ માટે 77-જામનગર ગ્રામ્યની આ સીટ પર ચૂંટણી જીતવી સરળ છે. ત્યાંના લોકોનો સાથ-સહકાર વિશ્ર્વાસ એ રાઘવજીભાઇની શક્તિ દર્શાવે છે. તેમનું જાહેર જીવન રાજકીય ક્ષેત્રે લોકપ્રિયતાને ટોચ ઉપર છે. કેમ કે, જેઓએ હંમેશા પ્રજાની વચ્ચે રહીને પ્રજા માટે કામો કર્યા છે. તેઓએ અનેક રસ્તાઓ, કોઝ-વેના પુલ, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્રો, શિક્ષણ સુવિધાઓ, પાણીની લાઇનો, એસ.ટી. બસ સહિતની સુવિધાઓના કામોના ખાત મુહુર્ત અને લોકાર્પણ કરી ગ્રામ્ય જીવન ધોરણને ઉચ્ચ બનાવવા અવિરત પ્રયાસો કર્યા છે.
તેઓએ ખેડૂતોને ટેકાના ભાવે ઉપજ વેચવાની વ્યવસ્થા, બિયારણ, ખાતર અને સિંચાઇ, વિજ પ્રવાહ વગેરે સુવિધાઓને સરળ બનાવવા માટે અને ખેડૂતો માટે ટ્રેકટર, ટેમ્પો, સંગ્રહની વ્યવસ્થા સહિતની સહાય અને સરકારી યોજનાના લાભો ખેડૂતો સુધી પહોંચાડયા છે. તેમની આવી સેવાકિય નીતિઓ અને પ્રજા માટે પ્રજામાં રહીને કામ કરવાની સરળ રીતથી લોકોમાં તેઓ લોકપ્રિય બન્યા છે. રાઘવજીભાઇની તેમના વિસ્તાર સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય તે માટે લોકો દ્વારા તેમને સાથ-સહકાર મળી રહ્યાં છ. તેઓ ધારાસભ્ય તરીકેની તેમની તમામ ફરજો સુપેરે નિભાવી તેવા લોકોના વિશ્ર્વાસ સાથે આ ચૂંટણીમાં લોકો પોતાનો અમૂલ્ય મત રાઘવજીભાઇને આપીને કમળ પર પસંદગી ઉતારે તેવી અપીલ સાથે રાઘવજીભાઇએ લોકોનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો છે.