જામનગર શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જેમાં વોર્ડ નં.1ના વિસ્તારમાં પાણી ભરાતા ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ એડવોકેટ હારૂનભાઈ પલેજા થતા વોર્ડ નં 1ના જાગૃત કોર્પોરેટર નૂરમામદ પલેજાએ વિસ્તારના જાગ્રુત નાગરિકો સાથે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સમજાવી સ્થળાંતર કરાવી સમાજના જાગૃત આગેવાનોની મદદ થી સ્થળાંતર વારા વિસ્તારમાં જમવાની વ્યવસ્થા કરાવેલ અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીની સૂચનાથી સ્થળ પર હાજર રહેલા જે.એમ.સી અધિકારી ધવલભાઈ,ચિરાગભાઈ તેમજ જીલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન તેમજ એ.એસ.પી. પાંડેની સૂચના થી બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વાઢેર તથા તેમના સ્ટાફે જહેમત લઈ જામનગર શહેરનું વરસાદી પાણીના નિકાલમાં અવરોધ થતા બેડી વિસ્તારના મોટામાં મોટા પાળા દૂર કરાવી દરિયા તરફ પાણીનો નિકાલ જે.સી. બી મારફતે કરાવતા જામનગર શહેર થતા બેડી વિસ્તારના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા અટકાવી આ પ્રસંશનીય કામગીરી બદલ વોર્ડ નં 1ના કોર્પોરેટર નૂરમામદભાઈ પલેજા થતા તેમની ટિમ અને અધિકારીઓની કામગીરીને અસરગ્રસ્ત વિસ્તારના લોકો એ બિરદાવી હતી