Monday, December 23, 2024
Homeરાજ્યગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીની વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત સંદર્ભે દ્વારકા જિલ્લાના સવા...

ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીની વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત સંદર્ભે દ્વારકા જિલ્લાના સવા લાખ લોકો ઓનલાઈન જોડાયા

- Advertisement -
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયા બાદ ગઈકાલે ગાંધીનગરની સમીક્ષા કેન્દ્રની મુલાકાતમાં આશરે દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓ, વિગેરે જોડાયા હતા.
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કાર્યક્રમ નિહાળવાનું આયોજન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 1,20,000 વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય લોકો પણ ઓનલાઇન જોડાયા હતા.
ખંભાળિયામાં બી.આર.સી. ભવન ખાતે આ અંગે મુખ્ય કાર્યક્રમ તેમજ અન્ય વિસ્તારોમાં પણ યોજવામાં આવેલા આયોજન માટેનું સંકલન જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર તથા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા વિગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીની મુલાકાતમાં રિયલ ટાઈમ ડેશ બોર્ડસ દ્વારા ડેટા આધારિત નિર્ણય, 1.2 કરોડ વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટ કમ્સમાં સુધારો લાવવા 55 હજાર શાળાઓનું મોનીટરિંગ, તથા ચાર લાખ શિક્ષકોનું હેન્ડ હોલ્ડીંગ, વિદ્યાર્થી નામાંકન, હાજરી, વાંચન-લેખન-ગણનની મૂળભૂત કુશળતા તેમજ સ્કૂલ એક્રેડિટેશન જેવા મુખ્ય સૂચકાંકોનું મુલ્ય, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ તથા મશીન લર્નિંગ, ભારતનું સૌપ્રથમ આઉટ કમ્સ આધારિત સ્ટુડન્ટ્સ રિપોર્ટ કાર્ડ વિગેરે મુદ્દાઓ અંગેની ચર્ચાઓ થઈ હતી.
રાજ્યમાં વડાપ્રધાન મોદી સાથે શિક્ષણના મહત્વના મુદ્દાઓની ચર્ચામાં રેકોર્ડરૂપ સંખ્યામાં લોકો જોડાયા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular