વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશભરમાંથી લોકો દર્શન કરવામાં આવતા હોય છે. ઉપરાંત દ્વારકાની બાજુમાં જ નાગેશ્વર જ્યોર્તિલિંગ આવેલું હોવાથી યાત્રિકોનો ઘસારો રહે છે. આ સિવાય બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુરમાં પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ડબલ ડેકર બસ મારફતે દેખો દ્વારકા શાન સે… નું આયોજન કરવામાં આવ્યું છે. લોકો આ ત્રણે જગ્યાએ બસમાં બેસી રૂ.571.43માં ફરી શકશે.
ગુજરાત ટુરીઝમની સાઈટ પરથી ઓનલાઇન બુકિંગ પણ થઇ શકે છે. https://booking.gujarattourism.com/tour/view/32?privateTourFlag=false આ વેબસાઈટ પરથી બુકિંગ થઇ શકશે જેની ફી રૂ.571.43 છે. જયારે 5 વર્ષથી નાનાં બાળક માટે ટૂર ફ્રી છે, તેના માટે કોઈ સીટ આપવામાં આવશે નહીં. ટુર ફીમાં કોઈ એન્ટ્રી ફી નો સમાવેશ થશે નહી. આ ટુર એક ગાઇડેડ ટુર રહેશે.
- આ સ્થળોની મુલાકાત લઇ શકાશે
સવારે 8:30 વાગ્યે કીર્તિ સ્તંભ પર રીપોર્ટીંગ કરવાનું રહેશે. ત્યાંથી 8:45 કલાકે કીર્તિ સ્તંભથી ટૂરની શરૂઆત થશે.
ત્યાર બાદ ભડકેશ્વર મંદિર અને નાગેશ્વર મંદિરનાં દર્શન માટે લઇ જવામાં આવશે.
જ્યોતિર્લીંગ મંદિર અને અમેઝિંગ ફન વર્લ્ડ ફેરવવામાં આવશે.
પછી ટૂર રુકમણી મંદિર અને શિવરાજપુર બીચની મુલાકાત લેશે.
અને છેલ્લે સાંજે 5 વાગ્યા સુધીમાં તમે કીર્તિ સ્તંભ પહોંચી જશો.